'અભિનંદન! તમારી ૨૫ લાખની KBC લૉટરી લાગી છે': WhatsApp વૉઇસ નોટનું અસલી સત્ય
WhatsApp પર અમિતાભ બચ્ચનની તસવીર અને નકલી ચેક સાથે વૉઇસ નોટ મોકલવામાં આવે છે જેમાં ₹૨૫ લાખની લૉટરી જીતવાનો દાવો કરવામાં આવે છે. લૉટરીના પૈસા મેળવવા માટે GST અને બેંક મેનેજર ફીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે.
ઓળખવાનો મુખ્ય સંકેત:
• KBC કે કોઈ પણ અધિકૃત સંસ્થા WhatsApp પર લૉટરી કે લકી ડ્રો સ્પર્ધાઓનું આયોજન કરતી નથી.